ગોદડિયો ચોરો… યમરાજ પાતાળલોક્માં

ગોદડિયો ચોરો… યમરાજ પાતાળલોક્માં

=================================================

cropped-11.jpg

શિયાળા ઉનાળાની મિશ્રિત સિઝન ચાલે છે. રંગ પર્વના તહેવાર રંગે ચંગે ઉજવી

માનવ જાત કામ ધંધે વળગી ગઇ છે.

હું પણ મોટેલના કામ કાજ પરવારી જમીને આડો પડી આરામ ફરમાવતો ક્યારે

નીંદ્રાદેવીને આધિન થઇ ગયો તે ખબર જ ના પડી. ઘસઘસાટ નિંદરમાં હતો ત્યાં

જ શ્રીમતીએ મને ઢંઢોળ્યો ને હલબલાવી નાખ્યો ને બુમો પાડી કહેવા લાગી…...

” જ્યારથી આ ગોદડિયા ચોરાને રવાડે ચઢ્યા છો ત્યારથી જુઓને આ કેવા  કેવા

નામોવાળા માણસોના ફોન આવે છે ને અડધી રાતે જગાડી પુછે છે “

ક્યારેક ભદો ભુત ગોરધન ગઠો કોદાળો બખડજંતર પોપટીયો એમ અત્યારે તો

કોઇ ચિતરગુપત ( ચિત્રગુપ્ત) નામનો કોઇ ફોન પર કહે છે ” ગોદડિયો ઘેર છે “

મેં અડધી ઉંઘમાં ફોન લઇ કહ્યું ” અલ્યા ડફોળ અધરાત મધરાત ફોન ઠોક્યા કરો

છો તે કાંઇ કામધંધો છે કે નહિ કે ગોદડિયાને ગોદડી સાથે થોડો તો પ્રેમ કરવા દો”

ચિત્રગુપ્ત કહે હવે વાયડો થયા વગર હોંભર (સાંભળ) હું પરલોક્થી ચિત્રગુપ્ત

બોલું છું. હમજણ (સમજણ ) પડી કે નૈ ( નહિ) .

“ચિત્રગુપ્તજી મારી સાથે દોસ્તીમાં ચરોતરીમાં ભાષણ ભરડતાં શીખી ગયેલા છે.”

જો ધ્યાનથી સાંભળ “જ્યારથી નેતાઓ અધિકારીઓ ને યુનિયન લીડરો અહીં આવ્યા

યમરાજ એમની સાથે વાતોનાં વડાં તળવા લાગી ગયો છે ને  ભારતના નિયમોને

જાણી ગયો છે ત્યારથી માંદગીની રજા કેજ્યુલ રજા વેકેશન એવી બધી માગણી કરે છે.”

” છેલ્લા પાંચ વરહથી (વર્ષ )  યમરાજને રજાઓ આપી નથી પણ ભારતનો કોઇ 

વકીલ ભેટી ગયો છે એની પાસે કાયદાની દલીલો કરાવી વેકેશન માગે છે”

પછી તો મેં બ્રહ્માજી વિષ્ણુજી મહાદેવ સાથે ચર્ચા કરી એમનું વેકેશન મંજુર કર્યું છે.

 “છેલ્લા દશેક દિવસથી એ એમનું વાહન લઇ નિકળી ગયા છે મેં એમના ઘરે તપાસ

કરાવી તો એમનાં પત્ની ને બાળકો કહે છે કે એ અમેરિકા જવા નિકળ્યા છે ને કોઇ

ગોદડિયાભાઇને ત્યાં જવાનું છે એમ બબડતા હતા. અહિં દરેક્ને ઇપોર્ટેડ વસ્તુ કઇ

જોઇએ એનું  લાંબુ લચ લિસ્ટ તૈયાર કરીને નીકળ્યા છે એટલે ત્યાં આવે તો સંભાળી

લેજે ત્યાં કોઇ બબાલ ના કરે. કેમકે  અમેરિકા અમારા લિસ્ટમાં આવતું નથી

એ બધી વાતો આપણે રુબરુ કરીશું “

આમ કહી ચિત્રગુપ્તજીએ ફોન મુકી દીધો ને હું નસકોરાં બોલાવતો સુઇ ગયો.

લગભગ બે એક કલાક્ની ઉંઘ માણી હશે ત્યાં જોરથી મોટેલનો બેલ વગાડતા કોઇ

બારણાંખખડાવતું હતું કહે ” અલ્યા ગોદડિયા જલ્દી જાગ ને બારણું ખોલ હું લાંબી

મુસાફરી થાકી ગયો છું . મેં આંખો ચોળતાં બારણું ખોલ્યું તો પડછંદ પાડાસ્વાર

યમરાજ અમ દ્વારે હતાં “

જો ગોદડિયા “મારું વાહન ક્યાં પાર્ક કરવાનું છે કહેવાય છે કે અમેરિકામાં વાહન

પાર્કિંગની ખાસ જગ્યા નક્કી કરેલી હોય છે “

મેં મોટેલના પાર્કિંગ લોટમાં છેક છેલ્લે એક ઝાડ હતું ત્યાં” પરમ પુજ્ય પાડેશ્વર

મહારાજને પુરા માન સન્માન સાથે પાર્ક કર્યા અર્થાત બાંધી દીધા. “

મોટૅલના એક રુમમાં યમરાજજીને ઉતારો આપી આરામ ફરમાવવા કહ્યું ને સુઇ ગયાં.

સવારે બ્રશ ને ટુથપેસ્ટ મેં યમરાજ્ને આપ્યું તો કહે ” અલ્યા આ ચુનો ને ખાંડ ભેળવી

આ શું ભર્યું છે કે ગળ્યું ને ખારું લાગે છે મારે તો કલમી દાડમનું દાતણ જોઇએ આ નહિ ?

જો મારે નહાવા સરોવર જવું પડશે તો ક્યાં જવાનું છે ?”

 “આ મારું વાહન પાડેશ્વર દશેક દિવસથી નહાયો નથી તો એની વ્યવસ્થા જલ્દી કર.”

તમે બધા આ મોંઘી ગાડીઓ (કારો) રાખો છો તે ધોવડાવવા ક્યાં લઇ જાવ છો ?

મે કહ્યું અહીં સરોવર તો ના હોય અને હોય તો એમાં નહાવા ના પડાય અહિં તો હાઉસ

હોય તો કોઇને ત્યાં સ્વિમિંગ પુલ હોય જે નાના સરોવર જેવું જ લાગે.

“અમારી કારોને સ્નાન કરાવવા કાર વોશમાં લઇ જઇએ છીએ  હવે એ લોકો તમારા

પાડેશ્વર મહારાજનને વોશ કરશે કે કેમ તે પુછવું પડશે.”?

અમે પાર્કિંગ લોટમાં આંટા મારતા આવી ચર્ચા કરતા ફરતા હતા ને પાડો ભાંભરતો

ને  યમરાજ પીળા પિતાંબર ને રજ્વાડી ફેન્સી ડ્રેસ જોઇને  મારી મોટેલની આજુબાજુ

રહેતા બાર પંદર જણ આ  કૌતુક જોઇ ભેગા થઇ ગયા ને મને કહે ..

“હેય મિસ્તર ફટેલ હુ ઇઝ ધિસ મેન . મે બી યોર કન્તરી રામલીલા મેન હિયર કમિંગ

ફોર પ્લેઇગ ડ્રામા . વી સી માભાત (મહાભારત) ઇન તીવી પ્લેઇગ.”

“અનધર લેડી કહે ઓહ વ્હોટ નાઇસ એનિમલ ઇટ ઇઝ બફેલો એમ કહી પાડા પર

હાથ ફેરવી યમરાજને જોઇ કહે એન્ડ સો ક્યુટ બેબી વિથ ફેન્સી ડ્રેસ ગુડ એકટર”

આ બધાને થાળે પાડી સમજાવી હું મારી મોટેલના કામકાજમાં વળગી ગયો .

યમરાજજીએક રુમમાં આરામ ફરમાવી રહ્યા હતા .

એટલે હું પણ બપોરના જમી આરામ કરવા લાગ્યો.

હવે બનેલું એવું કે યમરાજજી યમરાણી ને બાળકો માટે ખરીદીનું લિસ્ટ લાવેલા

એ વસ્તુઓને જોવા સ્ટોર જોવા પાડો લઇને નિકળી પડેલા.

હવે એમને રસ્તાની ખબર જ નહી એટલે સિગન્લ લાઇટ આવે ત્યાં પણ ઊભા ના રહે.

“સિગનલ લાલ હોય ને પાડાને બ્રેક વાગે નહિ એટાલે બેચાર એક્સિડન્ટ થયા ને

પોલિસ સાયરન વાગે એમ પાડો ભડકેને વધુ દોડે એમ કરતા પાડાજીએ ગિયર બદલ્યો

ને પાડો પહેલા ગિયરમાંથી સીધો  ત્રીજા ગિયરમાં આવી ફ્રીવે ૯૧ પકડી લીધો.”

(જેમાં કોઇ સિગન્લ લાઇટ ના આવે તેને કેલીફોર્નિયામાં ફ્રિ વે (free way)(એકસ્પ્રેસ હાઇવે) .

હવે આ નવતર પ્રાણી ને એના અસવારને જોઇ  બધી કારો ને ટ્રકો એની પાછળ દોડે.

“ઘણા કાર ચાલકો હોર્ન વગાડે  ને બુમો ને કિલકારીઓ પાડે  આ બધી ધમાલ જોઇ પાડાજી

વીફરે ને લાઇન ચેન્જ કરતા આડી અવળી લાઇનોમાં દોડે એમાં ને એમાં લગભગ દશ પંદર

કાર ટ્ર્કોની એવી તો અથડામણ થઇ કે પાંચેક જીવો ત્યાં યમરાજજીને ગામ પહોંચી ગયા.

કોઇકે હાઇવે પેટ્રોલને ફોન કર્યો તો પાંચ સાત પોલિસ કારો અને આકાશમાં એક હેલિકોપ્ટર

યમરાજ અને પાડાની પાછળ પડ્યું જેમ સાયરન વાગે ને હેલિકોપ્ટરનો અવાજ સાંભળૅ

એમ પાડા મહારાજ જોરથી દોડે ને બેચાર ને અડફટે ચઢાવતા જાય.”

પાંચેક માઇલની અકડા પકડીની દોડ પછી યમરાજે જેમ તેમ કરીને પાડાને ઉભો રાખ્યો.

પોલિસ ઓફિસરો માઇક્માં બોલે  ” ગો ઇન રાઇટ લાઇન એન્ડ સ્ટે”

હવે “યમરાજ તો ઇંગ્લિશ ફિંગ્લિશ સમજે નહિ ને એમના જેવા પડછંદ જમદુત જેવા

ઓફિસરોને ચકળ વકળ થઇને જોતા જ રહ્યા. “

એક વરિષ્ઠ ઓફિસરે બધો દૌર એમના હાથમાં લઇ યમરાજને પુછવાની શરુઆત કરી.

“ગીવ મી યોર ડ્રાયવર લાઇસન્સ એન્ડ વેહિક્લ્સ રજિસ્ટ્રેશન વિથ ઇન્સ્યુરન્શ પ્રુફ “

યમરાજ કહે “બંધુત્વમ  વિના કારણમ ત્વં રોકાની પરેશાનમ કરયાની

યમરાજ માનહાની કરાની ત્વં સંસ્ક્રુતિમ ના માન સન્માન જાનામી”

હવે ઓફિસરો મુંઝયા ” વિ આસ્કીંગ સમથીંગ ધેન હી સ્પિકીંગ અનધર લેંગ્વેજ” પણ

એટલું સમજી ગયા કે ” આમનું નામ યેમરાજ છે “

“મિં યેમરાજ ધિસ ફ્રિવે ઓન્લી ફોર કાર . એનિમલ એન્ડ અનધર ઓલ નોટ એલાઊડ “

યેમરાજ કશું સમજતા નહોતા એટલે હાઇવે પેટ્રોલ્ના ઓફિસરે તેમન મુખ્ય મથકે

જાણ કરી યમરાજ ને પાડાનું વર્ણન કર્યું

મુખ્ય મથકે ચર્ચા ચાલીને  એક ગુજરાતી ભાઇ જિગ્નેશ પટેલ કે જે ફ્રી વે ઓથોરીટીમા કામ

કરે છે તેને ત્યાં તાત્કાલિક મોકલી આપ્યો.

જિગ્નેશે યમરાજાને પુછ્યું આપ અહિંયા કોને ત્યાં આવ્યા છો ?

યમરાજ કહે ભાઇ પેલો ગોદડીયો મોટેલમાં કામ કરે છે એને ત્યાં આયો છું.

એટલે જિગ્નેશે મને ફોન કરી બધી વાત જણાવી ને હું ત્યાં પહોંચી ગયો.

ત્યાં ગયો તો ઓફિસરો મને કહે ” સર ધીશ ગાય વિધાઉટ લાઇસન્સ ડ્રાયવિંગ

વિથ  ઈલિગલ વ્હિકલ્સ

“યમરાજ કહે જોયું ગોદડિયા આ પાડાને મારો હાળો ગાય કહે છે. અક્કલ વગરનો”

અલ્યા આ લાઇસન્સ ને રજિસ્ટ્રેરશન ને ઇન્સ્યુરન્સ આ બધું શું છે .

મે કહ્યું આ પાડાની વાહન નોંધણી એટલે વ્હિહિકલ્સ રજિસ્ટ્રેસ્ન્સ ને વાહન હંકારવાનો

પરવાનો એટલે ડ્રાયવીંગ લાઇસન્સ ને વિમા પોલિસીની રસીદ.

“લ્યા મારે લાઇસન્સ કે નોંધણી કે વિમાની રસિદનો પુરાવો ના હોય હમજ્યો “

“અલ્યા મારી બીકે જગતના માનવો લાખો કરોડોનો વિમો ઉતરાવે છે એને હમજાય “

ઓફિસર મને કહે ” સર ધીસ મેન બ્રેક રુલ્સ એન્ડ રેગ્યુલેસન ફોર ધીસ કન્ટ્રી”

ઓફિસરે યમરાજને એરેસ્ટ કરી પોલિસ કારમાં બેસાડી દીધા ને પાડાને પકડી લીધો.

મેં પણ ચાર પાંચ જણને ફોન કરી સેરિટોસ પોલિસ સ્ટેશન આવવા જણાવ્યું .

પોલિસ સ્ટેશને મોટું ટોળું જમા થઇ ગયું પ્રથમ તો તેમણે અમેરિકામાં ગેર કાયદેસર રીતે

ઘુસણખોરી કર્યાનો કેસ હોમ લેન્ડ સિક્યુરીટીએ ઠોકી દીધો ને પોલિસ ભાઇએ પણ વિના

લાઇસન્સ ને વિના રજિસ્ટ્રેશન સાથે ફિ વે પર ઘુસવાનો કેસ દાખલ કરી દીધો.

મેં કહ્યું  ” સર સોરી આઇ પે ફોર ઓલ ગિલટી “ ને દંડની રકમ રોકડમાં ચુકવી.

“હોમ લેન્ડ સિક્યુરીટી કહે ઇલિગલ એન્ટ્રી ઇઝ બિગ પનિશ્મેન્ટ ફોર ધિસ ગાય બટ યુ

ગિવ પ્રોમિસ ઇન રાઇટીંગ એન્ડ પે ફાઇન.”

” બાય એની એર લાઇન્સ ટિકિટ  વી સેન્ડ હીમ બેક ઇન યોર કન્ટ્રી રાઇટ નાઉ “

યમરાજને મેં સમજાવ્યું કે દંડ ભરી દીધો છે ને તમને પાછા મોકલવા માગે છે .

આ વાત સાંભળતાં જ યમરાજ જાણે છ માસની કેદમાંથી છુટ્યા હોય એમ રાજી રેડ થયા.

યમરાજ કહે ગોદડિયા તું આમની ભાષામાં પુછી જો કે અલ્યા યમરાજ એટલે કોણ એ

સમજો છો ખરા ?

મેં ઓફિસરોના ઝુંડને પુછ્યું ” યુ નો યેમરાજ વર્ક એન્ડ ડ્યુટી “

ઓફિસર ઇન્ટ્રેસ્ટીંગ સવાલથી આશ્ચર્ય ચકિત થઇ કહે” વેર હી લિવ એન્ડ વોટ હિઝ વર્ક”

મેં કહ્યું ” હી લીવ ઇન હેવન એન્ડ વેન પીપલ પાસ્ટ અવે ધેટ ટાઇમ ધિસ ગાય કમિંગ

એન્ડ ટૅક હિમ ઓન પારા .( પાડા)

 “ઇન અમેરિકા  કન્ટ્રી હેઝ નોટ ધીસ સિસ્ટમ “

“ઓફિસરો લાઇક ઇઝ ઇનટ્રેસ્ટીગ સ્ટોરી હી સે ઓન્લી વન યેમરાજ હાઉ હી હેન્ડલ ઓલ

કંન્ટ્રી પિપલ ટેક એન્ડ ગો એન્ડ કમ બેક ફોર અનધર પિપલ “

મેં કહ્યું ” ધિસ ગાય ઇઝ મેઇન યેમરાજ હિઝ અન્ડ્રર લોટ્સ ઓફ પિપલ વર્કિંગ”

હોમ સિક્યુરીટીના હેડ ઑફ  ડિપાર્ટમેન્ટ સ્પીકિઈગ લિસન માય પોઇંન્ટ!!!!!!!!!!!!!!!!!!!

” ઈન અમેરિકા નોટ નેસેસરી ફોર એની યેમરાજ . અવર પ્રેસિડેન્ટ ઇઝ બિગ યેમરાજ

ફોર ઓલ વર્લ્ડ . હી મેક વન સાઇન ફોર વોર એન્ડ રિઝલ્ટ  કમિંગ વન અવર “

“યુ સી ઇન કોરિયન વોર  ઇરાક વોર અફઘાનિસ્તાન વોર એન્ડ નાઉ રેડી ફોર એની

ટાઇમ નોર્થ કોરિયા ઈરાન એન્ડ સેકંડ વર્લ્ડ વોર ઇન જાપાન “

” થાઉઝન પિપલ ડાય નો નેસેસરી ચિત્રગુપ્ત ઓર્ડર . નો નેસેસરી ફોર યેમરાજ “

ઓન્લી વન સાઇન ઇન પેપર ધેન વોર ઇઝ સ્ટાર્ટ .

 

ગાંઠિયો-

ચોરે બેસી કરે ચાડિયો ને હાક હુકમ ને હોટી ( સોટી )

પણ  કર્યાં કરમ તો ભોગવવાં પડે તારી સાથે ના આવે એક લોટી.

http://www.14gaam.com/gujarati-poem.htm

=====================================================

સ્વપ્ન જેસરવાકર

16 thoughts on “ગોદડિયો ચોરો… યમરાજ પાતાળલોક્માં

  1. તમારી મોટેલ ફાઈવ સ્ટાર ને બદલે ઇલેવન સ્ટારની લાગે છે! ત્રણ લોકના મુસાફરોને આવવા જવાની છૂટ.

    આખા અમેરિકાના કાયદા ને ફાયદા ને મોટાઈ એક સાથે ભરપેટ દોડાવી જબરી મજા લાવી દીધી. માસ્તર સાહેબની આ કલમ-સોટી જોરદાર વાગી ભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

      અમારી ઇલેવન સ્ટાર મોટૅલમાં ત્રર્ણેય લોક્ના માન્વો આવી શકે છે.

      અનુકુળતાએ આપ પણ મુલાકાત લેશો એવી આશા છે

      બસ આપના આવા અનન્ય આશિર્વાદ મારા માટે એક પ્રેરક બળ સમાન બની રહે છે.

      આપને વંદન સાથે નમસ્કાર ને આભાર

      Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

      આપ જેવા અનેક વડીલોના આશિર્વાદ થકી મારો પતંગ ઉચે ઉડે છે ને વચ્ચે ગમે તેવા ચમરબંધીનો પતંગ આવે તો એને કાપવાની અમને મજા પડે છે .

      આપના અમુલ્ય સહકાર અને પ્રેમ ભર્યા સંદેશ બદલ ખુબ જ આભાર

      Like

  2. આદરણીયશ્રી. સ્વપ્નજી

    આ યમરાજને પાતાળલોકમાં ના મોકલો સાહેબ

    જ્યાં તે લોક થઈ જશે ભાઈ

    આ ” ભુ ” લોક્માં જ એની જરૂર છે,

    સતયુગમાં તો એક રાવણ હતો

    અહીં તો શેરી શેરી એ અનેક રાવણ છે,

    સરસ લેખ ચોરો જામ્યો ભાઈ

    અભિનંદન

    Like

    1. આદરણીય શ્રી પ્રિતિબહેન,

      આપના અમુલ્ય સંદેશ મુજબ એમને ભારત ભ્રમણ માટે તલાવે તરવા ને એમના વાહન જેવા રાજનેતાઓની ખબર લેવા જરુર મોકલીશું

      આપ અમ આંગણે પધાર્યાં ને આવા ઉતમ સંદેશ બદલ ખુબ આભાર

      Like

  3. ત્યાં ગયો તો ઓફિસરો મને કહે ” સર ધીશ ગાય વિધાઉટ લાઇસન્સ ડ્રાયવિંગ

    વિથ ઈલિગલ વ્હિકલ્સ“

    “યમરાજ કહે જોયું ગોદડિયા આ પાડાને મારો હાળો ગાય કહે છે. અક્કલ વગરનો”

    ગોવિંદજી,

    કમાલ કરી ૯૧ ફ્રીવે પર તમે તો યમરાજા અને પાડાને દોડવ્યા…ટીવી પર “કાર ચેઈઝ” જોઈએ તેમ કેલીફોનીઆ વાળા ભાગ્યશાળી થીઆ…હું જરા ભારતમાં હતો ત્યારે આ બધું થયું હશે…ચાલો, યમરાજને મેહમાનગીરી સારી આપજો કે આપણું કેલીફોર્નીઆ સુધરી જાય..કારોની જગાએ પાડાઓ પાળતા થઈ જઈએ…એવું લાગે તો ભારતથી પાડાઓ “ઈમોર્ટ” કરવા માટે ગુજરાતમાં એક એજંસી શરૂ કરીએ.

    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting All on my Blog !

    Like

    1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદ્નભાઇ,

      જરુરથી ઇમ્પોર્ટ ઓફિસ ખોલીશું ને વહિવટ પન કેલિફોર્નિયાના બ્લોગરો કરીશું

      હ હંમેશની જેમ આપના પ્રેમ અને ઉત્સાહ પ્રેરિત સંદેશ દ્વારા મન પ્રફુલિત બની ગયું

      આવા ઉતમ સંદેશ બદલ ખુબ આભાર

      Like

  4. ચોરે બેસી કરે ચાડિયો ને હાક હુકમ ને હોટી ( સોટી )
    પણ કર્યાં કરમ તો ભોગવવાં પડે તારી સાથે ના આવે એક લોટી.
    શાશ્વત સત્ય
    પણ અમે તો ચોરાની યાદ લેતા જશું

    Like

    1. આદરણીય વડિલ શ્રી સુરેશકાકા,

      જરુર યેમરાજ ફરી આવશે ત્યારે ડ્લાસની યાત્રા કરવીશુ.

      બસ કાયમ આવા આપના આશિર્વાદ પ્રાપ્ત થયા કરે છે એ જ મારી પ્રેરણા બને છે.

      આપનો ખુબ ખુબ આભાર

      Like

Leave a comment