ગોદડિયો ચોરો…કામ એવાં નામ

ગોદડિયો ચોરો…કામ એવાં નામ

==============================================

cropped-11.jpg

ચૈત્રી નવરાત્રિનાં પાવન નોરતાં જામ્યાં છે. મા અંબાનો દર્શન લહાવો

લેવા ગામ ગામ ને શહેરોથી સંઘોનું પ્રયાણ થઇ રહ્યું છે.

ગોદડિયો ચોરો ગાદલા તલાવની લહેરો ઝીલતો જામ્યો છે. બધા નમુના

એક પછી એક આવવા લાગ્યા છે.

ચોરાનું કોરમ લગભગ ભરપુર થઇ ગયું છે ને ચર્ચાનો ચાકળો આમ તેમ

ગોળ ગોળ ઘુમવા લાગ્યો છે ને એમાંથી જુદા જુદા મુદ્દા નીકળે છે.

ત્યાં જ કનું કચોલું કહે અલ્યા ગોદડિયા આપણે માર્ચ મહિનામાં જુદા જુદા

દેશોનાં નામ વિશે વાચકોને વિગતવાર માહિતિ આપેલી હવે બાકી રહેલા

બીજા દેશોની મહિતી આપવાની છે એનું શું થયું ?

કોદાળો એક્દમ કુદીને કહે ” ઓ ગોદડિયા ચોરાના ગંજેરીયો આફ્રિકા

દેશકીમહિતી હમ આજ તુમકો દેગા તમ સબ ધાનસે (ધ્યાનથી)લિસન

કરના”

“ધીસ દેશ બાપકા બગીચાકે જેસા હેંગા સબ લોગ યહાં આકે મન ફાવે તેમ

યહાંકે અનપઢ લોગોંકો ઉલ્લુ બનાકે લુંટતે થે. મતલબ કે ભુખે ડાંસ જૈસે

સબ ખા જાતે થે ઇસ લિયે સબ્ને કહા ” આ – ફરી – ખા ” કાળક્રમે  એનું

નામ આફ્રિકા થયું હશે . ખરેખર તો એનું નામ ” આ ચરી ખા ” હોવું જોઇએ.”

નારણ  શંખ કહે  તારી વાત સાવ સાચી જો એના બીજા દેશો પણ કેવા છે.

” યુ – ગાન્ડા ” =તું ગાન્ડા .એમાં ઇદી અમીન એવો ગાંડો પાક્યો કે આખા

દેશને તહસ નહસ કરી નાખ્યો.”

ગઠો કહે ” જો બીજો દેશ કેન્યા = કેન એટલે ડબલું  ને યા એટલે હા”

ધૃતરાષ્ટ્ર કહે ” આ બીજો નમુનો ઝાંબિયા ત્યાં ઝાઝાં બિયાં ઉગતાં હશે.”

અઠો કહે હાચી ( સાચી) વાત બીજો હું કહું નામબિયા ત્યાં બિયાં નામ

પ્રમાણે ઉગતાં હશે.

બઠો કહે ભાઇ ” એક બીજું બીયા રહી ગયું અલ્યા ગદાફીનું લિબિયા ત્યાં

લીલાં બિયાં ઉગતાં હશે એટલે  લિબિયા નામ પડ્યું હશે.”

કનુ કચોલું કહે જો “આપણે આઝાદ કરાવેલું એ “ડબલા દેશ” (બંગ્લા દેશ)

ચારે બાજુ આપણી પર સરહદ નિરાશ્રિતો દ્વારા ને પાણી તેમજ બીજા પ્રશ્ને

ડબલાં ઉછાળે છે .”

કોદાળો કહે ” આ પાકી ને કહોવાઇ ગયેલી કેરી જેવું પાકીસ્તાન હવે તો

બધાયને કનડે છે.”

મેં કહ્યું ” આપણને કનડે છે ને કાન આમળે છે પણ આપણા બટાકાની

કાતરી જેવા નેતાઓ એમના લુખ્ખા લુચ્ચા લલવા જેવા નેતાઓ માટે

લાલ જાજમ પાથરી ભોજન સમારંભો યોજે છે “

જો કોઇ બંગાળી બાબુ જેમ કે આપણા રાષ્ટ્ર્પતિ શ્રી પ્રણવ બાબુ બોલે કે

બસમાં આવ્યો તો ” બોસ મેં આયો” એમ બોલે(બસ ને બદલે બોસ બોલે )

એમ પાકિસ્તાન ખતરનાક છે એવું કહેવું હોય તો બંગાલી બાબુ આમ કહે….

” પાકિસ્તાન ખોતરનાક હે “

ખરેખર આ સાચી વાત છે ” પાકિસ્તાન ભારતનું નાક ખોતરે છે ને

આપણને છીંકો ખવડાવે છે ને આપણે છીંકો  ખાધા કરીએ છીએ પણ

એ છીંકો કેમ આવે છે અને એ બંધ કરવાની દવા કરતા નથી. “

  ” ખોતરનાક “ શબ્દ મને “વિનોદ વિહાર” ના બ્લોગાધિપતી એવા

વડિલ શ્રી વિનોદકાકા દ્વારા સાંપડ્યો છે એ બદલ હું એમનો ખુબ આભારી

છું.

લ્યો એમના બ્લોગની લિંક- http://vinodvihar75.wordpress.com/

મેં કહ્યું અલ્યા આપણા દેશનું રુડું રુપાળું નામ હિન્દુસ્તાન હતું તે બદલી

શકુંતલાના પરાક્રમી પુત્રના નામ પરથી ભારત રાખ્યું એ સમયે તો નામ

સરસ લાગતું હશે.

પણ મને લાગે છે કે હવે આપણા દેશની જનતા એમ ઇચ્છે કે હવે તો આ

દેશનું નામ ” ભાર – હટ “ રાખવું જોઇએ.

દેશ ઉપર પહેલા રાજાઓનો ભાર હતો તે હટ્યો તો શકો ને હુણોનો ભાર

આવ્યો.પછી મોગલોનો ભાર આવ્યો ત્યાં ફિરંગી વલંદા પોર્ટુગીઝો ને

અંગ્રેજોનો ભારઆવ્યો. ઝાંસીની રાણી તાત્યા ટોપે ચંદ્રશેખર આઝાદ

ભગતસિંહ ખુદીરામ બોઝજેવા અનેકની કુરબાની ને ગાંધી બાપુ સરદાર

પટેલ પંડિત નહેરુ મોલાના આઝાદજેવા અનેક નામી અનામી સ્વાતંત્ર્ય

વીરોની જહેમત દ્વારા અંગ્રેજોનો ભાર હટ્યો

ને “લોકશાહીના લુચ્ચા એવા ભ્રષ્ટાચારી ભુંડોનો ભાર જનતાના માથે

આવી ચડ્યો.જનતા ઇચ્છે છે હવે કે હવે ભારતી મૈયાની ધરતી ઉપરથી

આવડા દુષ્ટ દુશાસનો કાળાં કર્મોવાળા કંસો રંગીલા રાવણોનો ભાર હટી

જાય એમ ઇચ્છે છે.”

 

ગાંઠિયો–

“શબ્દો તમારા ને ચર્ચા અમારી એ બેયનો સંયોગ થશે

 તો ગોદડિયા ચોરામાં અવનવી વાતોનો પ્રયોગ  થશે “

=============================================

 સ્વપ્ન જેસરવાકર

 

10 thoughts on “ગોદડિયો ચોરો…કામ એવાં નામ

  1. વ્યુત્પત્તિનિષ્ણાત !!

    ગુજરાતી શબ્દોનીય ગોતી કાઢોને બાપલા. આમ તો તમે વ્યુત્પત્તિપોથી બનાવી શકો ધારો તો.
    અમે પ્રસ્તાવના લખી આલસું મફતમાં બોલો.

    Like

    1. આદરણીય વડિલ શ્રી જુગલકિશોરકાકા,

      આપના દ્વારા કરાયેલ સુચનને વધાવી ગુજરાતી શબ્દોની વ્યુત્પતિ શોધી વિચાર્વા લાગી ગયો છું.

      બસ આપના આવા અનન્ય આશિર્વાદ મારા માટે એક પ્રેરક બળ સમાન બની રહે છે.

      આપને વંદન સાથે નમસ્કાર ને આભાર

      Like

  2. ભવિષ્યમાં ઐતિહાસિક સંદર્ભોના નિષ્ણાતોની ટીમના સદસ્ય બનવાનું આપને આમંત્રણ મળશે જ..તૈયારી કરતા રહો , વધુ સંશોધનો માટે.

    આ લેખને હાસ્યવાટિકાથી સીધા જ ગંભીર ચીંતનમાં ઢાળવાની આ કળા માટે આપને ધન્યવાદ આપવા જ પડે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

      જ્યા આવું નિમત્રણ મળશે ત્યારે આપના આશિર્વાદ અવશ્ય પ્રાપ્ત કરીશુ .

      બસ આપનો આવો સાથ સહકાર ને આશિર્વાદ એજ મારું બળ છે.

      આપને વંદન સાથે નમસ્કાર ને આભાર

      Like

  3. સબ્ને કહા ” આ – ફરી – ખા ” કાળક્રમે એનું નામ આફ્રિકા થયું હશે . ખરેખર તો એનું નામ ” આ ચરી ખા ” હોવું જોઇએ.”

    ” આ બીજો નમુનો ઝાંબિયા ત્યાં ઝાઝાં બિયાં ઉગતાં હશે.”

    નામબિયા ત્યાં બિયાં નામ પ્રમાણે ઉગતાં હશે.

    આવો આફ્રિકાના દેશોનો શ્રી ગોવિંદભાઈ લિખિત નવીન ઇતિહાસ બીજું કોણ લખી શકે ?

    ” પાકિસ્તાન ભારતનું નાક ખોતરે છે ને આપણને છીંકો ખવડાવે છે ને આપણે છીંકો ખાધા કરીએ છીએ પણ એ છીંકો કેમ આવે છે અને એ બંધ કરવાની દવા કરતા નથી. “

    બહું જ અસરકારક અભિવ્યક્તી.

    ગોવિંદભાઈ તમારો કલ્પના વિહાર આ વિનોદ વિહારના “અધિપતિ ” ને ખુબ ગમ્યો .

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

      આપ જેવા વડીલના આશિર્વાદ સાથે અનુભવના ભાથામાંથી સુંદર શબ્દો રેલાય છે

      ત્યારે આ બાળના બ્લોગમાં પાવન ગંગાનું ઝરણું વહેતું થાય છે ને આવી અભિવ્યકતી ઉદભવે છે

      વિનોદ વિહારના આધિપતિ શ્રી કાકાને શત શત પ્રણામ

      આપને વંદન સાથે નમસ્કાર ને આભાર

      Like

  4. નામોની વ્યુતપતિ સરસ રીતે સમજાવી છે. યુગાન્ડામાં ઈદી અમીનને યોગ્ય રીતે જ યાદ કર્યો છે, એના જેવો બીજો કોઈ ગાંડો રાજકર્તા ઈતિહાસમાં થયો નથી. મહમદ તધલખ થોડે અંશે આવો હતો, પણ એ બાબતમા બે મત છે.
    ગોવિંદભાઈનું ઇતિહાસ અને ભૂગોળનું જ્ઞાન અચંબામા મૂકી દે છે.

    Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

      આપ જેવા વડીલના આશિર્વાદ સાથે અનુભવના ભાથામાંથી સુંદર શબ્દો રેલાય છે

      ત્યારે આ બાળના બ્લોગમાં પાવન ગંગાનું ઝરણું વહેતું થાય છે ને આવ વ્યુતપતિ ઉદભવે છે

      આપને વંદન સાથે નમસ્કાર ને આભાર

      Like

Leave a reply to jjkishor જવાબ રદ કરો