ગોદડિયો ચોરો… કોન્સ્યુલેટે ચડ્યો ચોરો!!!

 
ગોદડિયો ચોરો… કોન્સ્યુલેટે ચડ્યો ચોરો
============================================
cropped-11.jpg
એપ્રિલ માસ અડધો વીતી ગયો છે દશ ને બારમા ધોરણની પરીક્ષા પતી
ગઇ છે. પ્રાથમિક ને માધ્યમિક્ની પરીક્ષા સંપન્ન થઈ ગઇ છે માસ્તરો હવે
(માસના અંતે તરે તે માસ્તર ) વહાલા દવલાં કે પછી પોતાના ત્યાં જેઓ
ટ્યુશને આવતા હોય તેના ગુણાકાર ભાગાકાર કરવા લાગી ગયા છે.
દિલ્હીમાં વિરોધ પક્ષો અઘરાં પેપર કાઢવા બેસી ગયા છે ને મનમોહનના
ક્લાસના બાળકો કયા ને કેવા પ્રશ્નો પુછાશે એની ગડમથલમાં પડ્યા છે.
ગાદલા તલાવની ઠંડી લહેરોના વહેતા પવનની સાથે ચોરામાં ચર્ચા જામી.
કોદાળો કહે જો “ગોદડિયા ઉનાળાની ચામડી દઝાડતી ગરમીમાં હવે તો
હૈયું શેકાઇ જાય છે આ કુદરતના કોપથી બચવા આપણા દુરાચારી નેતાઓ
ને સાધુ સંતો સાથે બાવાઓ પરદેશમાં જઇ ત્યાંના શીતકાલિન સભાખંડોમાં
બેસી સદાચારના ઉપદેશ આપતા હોય છે તો આપણા ચોરાના સદસ્યોને
પણ તારે અમેરિકાની અલક મલક્ની મજા માણવા લઇ જવા જોઇએ.”
આમેય હવે આપણે વેકેશન પડી જવાનું છે તો કાંઇક તો વિચાર .
ત્યાં જાઇને” બે નંબરની થોડી કમાણી કરીએ તો ડોલર તો દેખીએ ને “
મેં કહ્યું સારું હું ઓન લાઇન આપણા બધાની અરજી કરી સમય ને તારીખ
મેળવી લઇશ આમ મેં અરજી કરીને લખ્યું
ડિયર સર …. “અમારા હિન્દુસ્તાનના પ્રથમ એન.આર.આઇ એવા જ
પરમ રામ ભક્ત હનુમાન દાદાનો જન્મ દિન ગુરુવારે  ને ૨૫ એપ્રિલે છે
તો અમોને આપ એ દિને વિસા માટૅ ઇન્ટરવ્યુંમાં બોલાવો એવી વિનંતિ છે
જેથી આમે ગોદડીયા ચોરાવાળા પણ હનુમાન દાદાની જેમ પરદેશનો કુદકો
લગાવી શકીયે.”
ગોદડિયા ચોરાને અમેરિકાની મુલાકાત લેવાનો મહાનતમ મહાન વિચાર
” વિનોદ વિહારના  http://vinodvihar75.wordpress.com/
અધિપતિ આદરણીય વડિલ શ્રી વિનોદકાકાએ આપેલો છે.
હવે આઠ નમુનાઓના વિસા લેવાના થાય તો યજમાનો (સ્પોન્સરો) પણ
એવા ભારેખમ દમદાર જાનદાર ને શાનદાર હોવા જોઇએ. એટલે મેં તો
મનોમન બે ડોકટર ને બે એન્જીનિયર નક્કી કરી સ્પોન્સર લેટર મંગાવ્યા.
“જુઓ  ઓળખો આ જાનદાર શાનદાર ને દમદાર એવા રિટાયર્ડ યજમાનો.”
એક તો “હાસ્ય દરબાર”વાળા આદરણીય વડિલ ડો. શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી.
http://dhavalrajgeera.wordpress.com/  બીજા સમાજ સેવાના
ભેખધારી ” ચંદ્ર પુકાર”વાળા આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ મિસ્ત્રી.
http://chandrapukar.wordpress.com/ આમ બે “દો – કટર “
બીજા બે અંધારાં ઉલેચી ગુજરાતમાં અજવાળાં પાથરનાર એન્જિનીયર છે.
એક “બની આઝાદ”ની હારંમાળા સરજી જીવન પથનું તાત્પર્ય સમજાવી
ને ચર્ચનારા “ગધ્યાસુરના ગાદીપતિ” એવા આદરણીય વડિલ શ્રી સુરેશ કાકા.
http://gadyasoor.wordpress.com/myblogs
બીજા કાવ્યો ગીતો છંદો ને પ્રકૃતિને ” આકાશદીપ”માં સતત લહેરાવનાર
આદરણીય શ્રી રમેશભાઇ http://nabhakashdeep.wordpress.com/
આમ “આ બે એનર્જીના યર “છે ( એનર્જી એટલે તાકાત == તાકાતનાં વર્ષ)
આ ચારેય રિટાયર્ડ  છે “ભાઇ રહી રહી ને ટાયર્ડ થાય એને જ રિટાયર્ડ કહેવાય”
કોન્સ્યુલેટ જનરલ અમેરિકા દ્વારા વિસા લેવા જવાનો ઇન્ટરવ્યુ લેટર મલ્યો.
હું ગોદડિયા ચોરાના “અમેરિકા જવા હણહણતા ગધેડાઓનું ટોળું લઇને પેલા
કુર્લાના કોમ્પ્લેક્સમાં પહોંચ્યો.”
અમે અંદર પ્રવેશતા હતા ત્યાં જ એક અધિકારીએ કહ્યું ” વેલ કમ”
કનું કચોલું કહે જોયું છે ને “બુધ્ધિનો બળદિયો. આટલી બધી વેલ ઉછેરી છે
ને પાછો કહે છે વેલ કમ ….વેલ ઓછી છે “
વિસા ઓફિસરોએ મને કહ્યું  ” મીસ્ટર ગોઢળીયા યુ આર સિટીઝન. યુ આર
કમ વીથ યોર ફ્રેન્ડઝ બટ યુ ડુ નોટ એની આન્સર એની કવેચ્ન ઓકે.”
અમારો નંબર આવતાં એક ઓફિસરે નામ પોકાર્યાં અમને એક મોટા રુમમાં
આવકાર્યા ને કહ્યું  ” કમ ઓન એવરી બડી “
ભદો ભુત કહે “સાયેબ અહીં ભારતમાં સ્કુટર ગાડી ટ્રેકટર બધામાં ઓન
બોલાય છે સરકારી ઓફીસોમાં ને પરધાનો પણ ઓન વગર કામ કરતા
નથી ને આવડો આ સાયેબ પાછો કહે છે કમ ઓન ( ઓન ઓછી થઇ ગઇ) .
અલ્યા સાયેબ ચ્યોંય (ક્યાંય)ઓન કમ થઇ નથી એવડી બધી ( એટલી બધી).”
ત્યાં બીજા સહાયકે પુછ્યું ” ઇન અમેરિકા યુ વિઝીટ  ન્યુ જર્શી “
ભડ દેતોક ને કોદાળો કુદી ને કહે “સાયેબ હુતો (હું તો)કાયમ નવી જર્શી જ પેરું
(પહેરું) છું જુઓ આજે ય નવી જ જર્શી પેરી છેં.
ઓફીસરે કનુ કચોલાને પુછ્યું  ” વેન યુ ગો અમેરિકા યુ વિઝીટ ટુ ફ્લોરિડા “
કનુ કચોલું કહે ” સાયેબ અમે નેહાળ ( નિશાળ)મા ભણતા ને  લેશન ના કર્યું
હોય  ને સાયેબ ફટકારે ત્યારે  ફલો રિડો (ફલો રાડો) જોરથી નાખતો”
ઓફિસરે ધૃતરાષ્ટ્રને પુછ્યું ” યુ હેવે પ્લાન ટુ સી ધ હોલીવુડ “
ધૃતરાષ્ટ્ર કહે “ઓ મારા સાયેબ અમે હોલી તો વુડની જ કરીએ છીએ “
ઓફિસરે ગોરધન ગઠાને પુછ્યું ” યુ નો એબાઉટ  માસાક્યુટસ
ગોરધન ગઠો કહે ” ઓવે  (હોવે) મારા માસા એમનું જ કુટકુટ કરે છે .”
ઓફિસરે નારણ શંખને પુછ્યું ” યુ હેવ એ નોલેજ એબાઉટ અલાસ્કા “
નારણ શંખ કહે ” ઓ સાયેબ એલો સકો એના ભાઇની હાહરીમાં (સાસરી)
એની ભાભીને તેડવા ગયો છે.”
ઓફિસર અઠાને કહે “ઓરેગન વિશે કંઇ જાણો છો ?”
અઠો કહે “ઓવે ( હા) સાયેબ તમે ખોટું બોલ્યા ઓરેગન નહિ અમારા ભારતના
સિનેમા જગતમાં શોર્ટગન (શત્રુઘ્નસિંહા) મોટું ટ્રેકટર છે.”
મેં કહ્યું અલ્યા ટ્રૅકટર નહિ એકટર કહેવાય.
બઠો કહે “હવે ઇવડો ઇ ટ્રૅકટરની જેમ ભંભરડે છે.. ખા…મો..શ..”
ઓફિસરે કોદાળાને પુછ્યું ” યુ મે બી વિઝીટ ટુ ટેક્સાસ ?”
કોદાળો કહે “સાયબ યુ આપીંગ વિસા તો મેં ટેક સાસ હમરે સાથ લૈ (લઇ)
જાવીંગ બટ ઇન અમેરિકામેં એક નહિ દો ડાકણ મેરા જીવ ખાવીંગ “
” દો ડાકણ એટલે પત્ની અને સાસુ એમ બે ડાકણ “
ઓફિસરે કનુ કચોલાને પુછ્યું  “યુ ટેક વિઝીટ હ્યુસટન “
ક્ચોલું કહે “સાયેબ હ્યુસટન નહિ રસ્ટન અમે કુવામાંથી પાણી ખેંચવા અમે તો
રસ્ટન એન્જિન ને પંપ વાપરીએ છીએ.”
ઓફિસરે ધૃતરાષ્ટ્રને પુછ્યું ” યુ હેવ પ્લાન ટુ વિઝીટ એ કેન્સાસ સીટી “
ધૃતરાષ્ટ્ર્જી કહે “સાયેબ મારી સાસ (સાસુ) કેન જેવી જ છે જેમ કેનને ઓપન
કરીએ ને સીટી વાગે ને ઉભરો આવે તેમ મેણાં ટોણાંના ઉભરા રોજ કાઢે છે.”
ઓફિસરે ભદાને પુછ્યું ”  મિસ્ટર ભેડા યુ નો એબાઉટ વોશિંગ્ટન “
ભદો કહે” ઓવે સાયેબ અમારો ધનો ધોબી ટનબંધ કપડાં વોશ કરે છે.”
ઓફિસરે કોદાળાને પુછ્યું ” હુ ઇઝ મિસ્ટર ઓબામા”
કોદાળો કહે “યુ નો વેન હમ કબ્બ્ડી રમીંગ ને આઠ દશ પ્લેયર કોઇ એક ખિલાડી
પર ગીરીંગ તબ વો પ્લેયર પુકારીંગ…ઓ. ..બા..મા… મર… ગઇંગ “
ઓફિસરે નારણ શંખને પુછ્યું “ઇફ યુ ગેટ વિસા ધેન યુ વિઝીટ કેસિનો “
નારણ શંખ કહે ” ના સાયેબ કે .સી. ( કનુ છોટા )નો લાલિયો  બવ ( બહુ)
તોફાની છે. રોજ ચડ્ડી ફાડી નાખે છે એની વિઝીટ લેવા જેવી નથી નાગો ફરે છે “
ઓફિસરે ગોરધન ગઠાને પુછ્યું “યુ નો એબાઉટ મેજિક માઉન્ટેન “
ગોરધન ગઠો કહે ” હા અમારા કે.લાલ જાદુ કરતા હતા પણ હવે તો અમારા
નેતાઓ પણ જનતાને વચનોનો મેજિક શો બતાવે છે . સાયેબ અમારા નેતાઓ
કોલસા રોડ પુલ સોસાયટીઓ અને લશ્કરનાં સાધનો તોપ બંદુક ટેન્ક હેલિકોપ્ટર
બધાયમાં મેજિક કરી અદ્રશ્ય કરી દે એવા જગતના મહાન મેજીશિયન છે.”
ત્યાં જ વચ્ચે કોદાળો કહે સાયેબ” યુ નો ઘણા તો એકના ડબલનો મેજિક કરે છે
ને ફુલેકાં ફેરવે છે તો મેની (ઘણા) બાવાઓ તાંત્રિકો બની મેજિકકે અનોખે ખેલ
ખેલતે હેંગે ધિસ ઇઝ સબ ખેલકા બજારમેં હમરા નેતા યોગી જોગી ઓર ભોગી હેંગે.”
ઓફિસરે કહ્યું ” ગોઢળિયા યોર કંપની મેમ્બર ઇઝ વર્લ્ડ ઈન્ટેલિઝન. એવરી બડી
હેઝ ગુડ જનરલ નોલેઝ . હિ ઇઝ ગિવ ફાસ્ટ આન્સર એવરી ક્વેશ્ચન .”
“એવરી બડી ગેટ થ્રી મન્થ વિઝા ફોર અમેરિકા. કોન્ગ્રેચ્યુલેશન એવરી બડી”
બધાય એક બિજા સામે તાકી રહ્યા ને મે કહ્યું ચાલો વિસા મળી ગયા.
ને આખો ચોરો ત્યાં જ ટોળે મલી ગાવા લાગ્યો.
“હે વિસા મલ્યા અમેરિકાના ને ચોરો થયો ખુશ રે …વિસાનો ચાન્સ લાગ્યો રે.
હે ચોરો તો ચાલ્યો અમેરિકા જ રે …વિસાનો ચાન્સ લાગ્યો રે.
હે ગોરી મેડમોને ને કરીશું હાય ને બાય રે…વિસાનો ચાન્સ લાગ્યો રે.
હે ડોલરમાં કરાવીશું ડાય ને  નિકલમા જાશું નાય ( નહાઇ) રે…વિસાનો ચાન્સ લાગ્યો રે.”
એવામાં સિક્યુરીટી ગાર્ડે આવીને કહ્યું અહીં નહીં ઘેર જઇને રાસે રમણે ચડજો. કોઇએ
 માન્યું નહિ ને રાસડા લેવા લાગ્યા તો ઓફિસરોએ મુંબાઇ પોલિસને ફોન કર્યો.
ભરાવદાર હવાલદારોનું ટોળું આવી ચડ્યું ને “કાઇ ઝાલા કાઇ બગીતલા કરતું
દંડાવાળી કરવા લાગ્યું દરેક ને વિસા સાથે આઠ દશ દંડાનો પ્રસાદ મળ્યો.”
હવે ઘરનાં બૈરાં કહે છે લ્યો કરો ને…” લટકા…ચટકા…ને…મટકા.”
એમ કરતાં કરતાં પોલિસદાદાએ જે જ્ગ્યાએ પોલીસ કરેલી ત્યાં પોતાં મુકે છે.
ને ગાય છે………!!!!!!!!!!!!!!!!!!!!!!
“લેવા ગયા ડોલર ને દેખ્યા દંડા
  ફાટ્યાં પેન્ટ ને ફરકી રહ્યા ઝંડા “
ગાંઠિયો=
“મેળવ્યા વિઝા ને ખાધા પીઝા
  પીધી છે કોક  ને મેલી છે પોક “
http://www.14gaam.com/gujarati-poem.htm
=================================================
સ્વપ્ન જેસરવાકર

10 thoughts on “ગોદડિયો ચોરો… કોન્સ્યુલેટે ચડ્યો ચોરો!!!

  1. શ્રી. ગોવિંદ રાજા

    હવે તો તમે બરાબરના

    ગાંઠિયા પિરસો છો ને ભાઈ

    “લેવા ગયા ડોલર ને દેખ્યા દંડા

    ફાટ્યાં પેન્ટ ને ફરકી રહ્યા ઝંડા “

    ગાંઠિયો=

    “મેળવ્યા વિઝા ને ખાધા પીઝા

    પીધી છે કોક ને મેલી છે પોક “

    Like

  2. અમેરિકા આવી આ પલટનને સ્પેનીશ પણ શીખવાડી દે જો એટલે પાછા ફરે ત્યારે વટભેર ફાંકા મારે. બીચ પર ફરવા જાઓ ત્યારે મૂવી ના ઉતારતા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

      એવડા એ ઘોડાઓને બધી જ ભાષાઓથી મહિતગાર કરીશું

      આવ નવીનતમ મુદ્દાઓ આપતા રહેશોજી

      આપના ભાવ ભર્યા સંદેશ બદલ ખુબ જ આભાર

      Like

  3. શબ્દોને રમડવાની કળા સાથે હાસ્ય ઉપજાવવાની સિધ્ધિ આપની કલમની અનોખી તાકાત છે.

    મજા આવી જો સવાલના જવાબ આવા જ આપતા હશે તો અમેરિકા જઇને શું કરશે ????

    Like

  4. હું ગોદડિયા ચોરાના “અમેરિકા જવા હણહણતા ગધેડાઓનું ટોળું લઇને પેલા કુર્લાના કોમ્પ્લેક્સમાં પહોંચ્યો.”

    ગોવિંદભાઈ ,તમોએ ત્યાં મુંબઈની કોન્સુલેટમાં જઈને ગોદડીયા ચોરાના સભ્યોને વિઝા

    અપાવ્યા એથી આનંદ થયો .

    હવે મારા સૂચન પ્રમાણે બીજી પોસ્ટમાં એ ટોળાને એલ .એ .માં લાવીને ચીનો હિલના સ્વામીનારાયણ

    મન્દિરમાં ચોરાની સભા ભરો .

    Like

    1. આદરણીય વડીલ શ્રી વિનોદકાકા,

      જરુર એ બધા ઘોડા ગધેડાંને અમેરિકાનાં મંદિરો બીચ ને બધાં સ્થળોની મુલાકાત લેવડાવી ચોરો ભરીશું

      આપનાં અનેરાં સુચનો દ્વારા નવા મુદ્દાઓ મળતા રહે છે.

      આપના અનેરા શુભાષિશ બદલ ખુબ જ આભાર

      Like

Leave a reply to ડૉ. કિશોરભાઈ એમ.પટેલ જવાબ રદ કરો