ગોદડિયોચોરો…અલ્યા હાચાં ‘ જી ‘ તો તૈણ જ કે’વાય

ગોદડિયો  ચોરોઅલ્યા  હાચાં     ‘     જી     ‘         તો તૈણ જ કે’વાય.
=======================================================================

ગોદડીયો ચોરો

નવલા  વરસના  નવલા  દિવસો  રમઝમ  રમઝમ  કરતા  એક  પછી  એક  પસાર  થઇ  રહ્યા  છે.’

નવાબી  નગરી  ખંભાતના  ચકડોળ  મેદાનમાં  જામેલા  દિવાળી  મેળાને  નગરજનો  ઉલહાસ

અને  ઉમંગથી  માણી  રહ્યા  છે  તો  કોઇ  મહાલી  રહ્યા  છે.

અમારા  ચોરાના   ચમકીલા ચેહરાઓ  પણ  મોતના  કુવાના  કરતબ  સાથે  ચકડોળની  ચકરડી

ચઢતા  ગોદડિયા  ચોરાની  ચકરાણીઓને  ( પત્નીઓનેઘમ્મર  વલોણાની  જેમ  મેળામાં

  ઘુમાવી રહ્યા છે  જેથી  નવા  વરસમાં  ચકરાણીઓ  ખુશ  ખુશાલ  રહે  ને  વેલણ  ટાઇટ  સર્જીકલ

સ્ટ્રાઇક્ના  ઓરતા  અનુભવવા  ના  પડે.

મેળાની  મઝા  માણી  બધા  ચોરાના  ચણચણતા  ચકલાઓએ  ચકરાણીઓને  ઘર  તરફ  વળાવી

ગાદલા  તલાવે  બેઠક  જમાવી.

 ગોદડિયો,  નારણ  શંખ ગોરધન  ગઠોભદો  ભુતઅરવિંદ  આખલો અઠો,   બઠોબેસી

ચાની  ચુસકી  લેતા  હતા.

 કનુ  કચોલું  ને  કોદળાજી  સાથે ચચુકા‘  કાકા પધાર્યા

ચતુરભાઇ  ચુનીલાલ  કાછીયા= =  ‘  ચચુકા ‘

ચચુકાજી  ગર્જ્યા  ” અલ્યા  ગોદડિયા  આ  દુનિયા  આખીને  ‘ જી ‘ નુ   ચમનું   ભુત  વળ્ગ્યું  છે.

મારા  બેટા જે  હોય  તે  કે’  છે  આ   ‘ટુ જી’   ગયું  ‘   થ્રી જી ‘ ગયું ને    ‘ફોર જી ‘ આવ્યું.”

(  2G-  3G- 4G -5G ).

મેં  કહ્યું ”  ચચુકાજી  તમે ય  એક  પ્રકારના  જી  છો.  આ  ” જી ”  એ   એક  જાતનું   નેટવર્ક  છે 

ટુ  જી  કરતાં   થ્રી  જી  નું  નેટવર્ક  જરા  વધારે  ગતિવાળું  હોય  તો  પાછું  ફોર  જી  એથીય  વધારે

ગતિવાળું  હોય .”

કનુ  કચોલું  કહે  ” ભાઇ  આ  ગતિ  તો  ઠીક  પણ  એનાથી  તેજ  ગતિ  વાળાં  ને   મતિ (બુધ્ધિ)ને

ગુંચવી  દે  એવાંય  નેટવર્ક  દુનિયામાં  હાલતાં  ચાલતાં  મલે  છે  જેમ  કે  અમેરિકાના  રિપબ્લિકના

ઉમેદવાર  ડોનાલ્ડ   ટ્રમ્પ  એને  જરીય  જંપ  નથી  કે  એની  જીભે  બમ્પ  નથી. ”

કોદાળો  કહે  ” અલ્યા  હહરીના  ત્યોં  હુધી  શેનો  લોંબો  (લાંબો)  થાય  છે.  ઘરમાં  જ  બે  નેટવર્ક

એવી ગતિ  પકડે  કે  ચમચા  વેલણ  થાળી  વગેરે  ખખડે  ને  હુંકારા  ટુંકારા  થાય .”

                                             ” પતિજી              ને           પત્નીજી “

ગોરધન  ગઠો  કહે  ” ભાઇલા  સસરાજી ,  સાસુજી ,  સાળાજી,  સાળાવેલીજી,  સાળીજીનું  નેટવર્ક

પણ  જબરું  હોય  જો  કજિયો  કે ક કળાટ  થાય. જો  પત્નીજી  પિય ર વાટે  વંટોળિયાની  જેમ

ગતિ  પકડે  તો  માળું  વા’લું  આખું  કુટુંબ  બૈરીનો  જ  પક્ષ  લે . પતિજીને   નેટવર્ક્ને  બદલે  ફેંટવર્ક,

ગાળવર્ક , મહેણા  ટોંણા વર્ક ,   છેવટે  દંડાપાક  વર્ક  ને  છેવટે  જમાદારજી  કે  ઇન્સપેક્ટરજીના

ગાળ  ઠોં સા સાથે  જેલ  જી  નાં દર્શન થઇ જાય.”

ધૃતરાષ્ટ  કહે  ” ભાઇ  કાકાજી,   કાકીજી,  મામાજી,   મામીજી,   ભાભીજી,   ફુઆજી,   ફોઇજી,

દિયરજી   દેરાણીજી ,  જેઠજી,   જેઠાણીજી,   નણદોઇજી , નણંદજી  એવાં  બધાંજી  સામજીક

જીવનમાં   તાણાવાણાથી  કરોળિયાના  જાળાની  જેમ   ગઠબંધન  સરકારોની  જેમ  જોડાયેલાં

હોય  છે .  જે  સ્વાર્થવૃતિથી   જ  જોડાયેલાં  રહે  છે.”

નારણ  શંખ  કહે  ” અલ્યા   તમે   બધાય ‘   જી ‘  ની વાત કરી  પણ એક મુખ્ય જી તો ભુલી જ ગયા.

ભદો ભુત કહે ” અલ્યા શંખ એ  જી ના નામાકરણનો  શંખનાદ  સત્વરે  કરી  નાખ  ને  ફોડ પાડ.”

નારણ શંખ કહે ” અલ્યા  કહેવત  જેમ  સાચો  સગો  કે  પછી  દુશ્મન  જે  ગણો  એ પડોશીજી’ .”

 સમાજમાં  પડોશીઓ   સ્નેહભાવ  રાખે  તો  કોઇક  અવળચંદો  હોય તો વેરભાવ રાખે.

 આપણા દેશના બધાય  ‘ પા- ડોશી ‘ કેવા  વેરઝેર  ને જનુનથી   કાંકરીચાળો  કર્યા  જ  કરે  છે.”

અરવિંદ આખલો કહે ” અલ્યા જનતા  દેશને  ફોલી ખાતા મગરમચ્છ ‘ જી ‘ તો તમે યાદ

કરતા જ નથી તો ચાલો ગણાવું’

   ” નેતાજી —  અધિકારીજી–  સેક્રેટરીજી — સરપંચજી– મંત્રીજી . “

બઠો કહે  ” ભાઇલા આ ‘ જી ‘ની  ખાવાની  ગતિને  જાપાન– જર્મની — ઓસ્ટ્રેલિયા કે અમેરિકાના

વૈજ્ઞાનિકો  ગમે તેવી  ઝડપી  ટેકનોલોજીથી  ના  માપી  શકે  એવું  દુનિયાનું  સૌથી  ઝડપી ‘ જી ‘ .”

ચચુકા કાકા  કે’  અલ્યા  ગોદડિયા  તું  ચ્યમ  કંઇ  બોલતો  નથી.  કંઇક  તો  કહેને . ?

” ભૈ  મારું  નામ  ગોવિંદ  છે.  એટલે  મારી  બાયડી  મને  હંમેશાં  ‘ જી ‘  કહીને  જ  બોલાવે  છે.

જી  આમ  કરશું,  જી   તેમ  કરશું ,   જી   અહીં  જૈશું ,  જી  તહીં  જૈશું  . હવે  પિસ્તાલીશ  વરહથી

આ   જી   મગજમાં  એવું  ભરાઇ  ગયું  છે  કે  હવે  ગમે  તેટલાં  જી  આવે  પણ  આ  જી  તો  હાજરા

હજુર  છે   ને   કાયમી   મજુર   છે. “

 અલ્યા  દુનિયા  ગમે  તેટલી  પ્રગતિ  કરે   ટેકનોલોજી  માનવ  કલ્યાણ  માટે  વિકસે  ને  હજારો

લાખો  કરોડો–૫- જી  —-૬— જી  —– ૭- –જી    કે  ૧૦–  જી આવે

           ”  પણ     સાચાં      ” જી ‘       તો     તૈણ     જ    ( ત્રણ  જ) “

   ”   માતાજી   ”    ======       ”   પિતાજી   ”       ====  ”   ગુરુજી   “

” માતાજી “   અનહદ પ્રેમ અર્પે જીવન ક્રિયા શીખવે .

” પિતાજી “  સંસ્કાર અને જીવન નિર્વાહ પગથિયુંં શીખવે.

”  ગુરુજી “  શિક્ષણ પગથિયામાં પગરણ કરાવી આવા અનેક ” જી ” શોધવાની શરુઆત કરાવે.

ગાંઠિયો=

માતા== મમતાનો સાગર

પિતા== પ્રેમનું સરોવર

ગુરુજી== જ્ઞાનનો ભંડાર

==============================================-========================

સ્વપ્ન જેસરવાકર

4 thoughts on “ગોદડિયોચોરો…અલ્યા હાચાં ‘ જી ‘ તો તૈણ જ કે’વાય

  1. શ્રીમદ વલ્લભ ચાર્યના વૈષ્ણવ ધર્મમાં” જી ” નો કોઈ પર નથી .
    ભાગવતજી તુલસીજી બેટીજી ગુંસાઈ જી વગેરે
    ગમે ઇમ હોય પણ મને ગોદડીયે ચોરે આવવું ગમે છે ,

    Like

  2. પ્રિય ગોવિંદ ભાઈ
    ગોદડિયા ચોરાની ટણક ટોળી દુનિયા બહારની વાતો લાવે છે . મને વાંચવાની મજા આવે છે . હું ગોદડીયે ચોરે ગયો તો તયેં મને કોઈકે પૂછ્યું . તમે અમેરિકન ચૂંટણીમાં કોને મત આપ્યો ?
    મેં કીધું હિલરીને . કેમકે જો હિલરી ચૂંટાઈ તૉ આ મલકની છોકરીયું જે બીચ વગેરે જાહેર જગ્યાએ જે 90 % નાગીયું ફરે છે ઈ ઉભી બજારે 100 % નાગીયું ફરત .
    ચૂંટાણી હોતજો હિલરી તો તો કૈંક સમત્કાર કરત , અમેરિકા દેશની યુવતિયું કોપીન વગરની ફરત
    ओरतसे बाज़ आये अमेरिकाने चूंटणीमे औरत हराई
    दोहज़ार सोलाकि चूंटणी हुई तो ट्रंपने हिलरी हराई
    यारो वक्त बड़ा हरजाई वक्तका कैसा भरोसा भाई .

    Like

  3. અલ્યા સાહેબ ગોદડિયાજી

    નમસ્કાર

    2G, 3G, કે 4G આવે આપણું રિમોટ તો શિવજીના હાથમાંં જ છે, ભાઈ

    આપનું પરિવાર સહિત આપણાં સૌના ભારતમાં સ્વાગત છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s