ગોદડિયો ચોરો…બાપુનો બળવો કે બડવો

ગોદડિયો ચોરો…બાપુનો બળવો કે બડવો

====================================================

ખમીરવંતા ખંભાતના ગાદલા તલાવે ગોદડિયા ચોરાનાં ચકલાંની બેઠક જામી છે.

મહામહિમની ચુંટણીમાં વેરવિખેર થઇ ગયેલા એવા વિરોધ પક્ષોની ચર્ચાનો ચકડોળ જામ્યો

છે.અઠો,બઠો,કનુકચોલું, ગોરધન ગઠો,નારણ શંખ, ધૃતરાષ્ટ્ર, શકુનિ ભદો ભુત ગોદડિયા

ચોરાના  ભેજાબાજ રિપોર્ટરો દુનિયાના ડખાને અખાના છપ્પાની જેમ વિસ્તારપુર્વક વર્ણવી રહ્યા

છે.ત્યાં જ કોદાળાશંકર સાથે વાંદરા ટોપી સાથે પત્રકાર પોપટલાલની જેમ છત્રી ઘેલા છગુમલ

છતરીસીયા પધાર્યા.કોદળો કહે ભૈયો આ છગુમલ છે એ છનીબા છિંંકણીયાના એકમેવ એવા

ધણી છે.

છનીબા જ્યારે મહાકાળી રુપ ધરે ત્યારે છતરી તલવારની જેમઘુમાવી ઘુમાવીને એમના

છુટા ફેંકેલા રીંગણ દુધી બટકા સુરણ આદુતપેલી વાડકી સાણસી જેવાં ઘરગથ્થુ આયુધો સામે 

બહાદુરતાથી લડે છે.

કનુ કચોલું કહે ઓ ડાપણ ડાહ્યા કોદાળા હવે એ બધી પંચાત મેલ ને

કોદળો કહે ” માળું હાળું આ શંકર બાપુએ વરહોથી (વરસોથી) બૈડે ( બરડે) બોંધી (બાંધી) રાખેલી

ક્ટૈઇ ( કાટ ખાયેલી) ગૈઇલી તરવાર(તલવાર) મયોન (મ્યાન)માંથી હડફ દૈને ખેંચી કાડી

(કાઢી)ને સિગરામ સિગરામ (સંગ્રામ) કરતાક્ને હે હોંકારા પડકારા કરવા લાગ્યા. “

ધૃતરાટ્ર કહે જોને “આ શ્રાવણ મહિનો આવે છે એટલે શંકરે તાંડવ કર્યું.”

નારણ શંખ કહે ” ભાઇ આને જ બાપુનો બળવો કહેવાય.”

ત્યાં તો “છગુમલ છતરીયા એકદમ હડમાન કુદકો મારીને છતરી સહિત કુદ્યા ને વદયા

(બોલ્યા)અલ્યા ગોદડીના કુકડાઓ મારી વાત ધોન(ધ્યાન)થી હોંભરો  વીહ (વીસ)

વરહથી ટોંટીયા (પગ)ખેંચણીયાં, ધક્કા મારણીયાં,ધુર (ધુળ) ઉછારણીયાં,સલામ

ઠોકણીયાં,હતુતુ ખેલણીયાં, ખો-ખો કરણીયાં જેવી આપડી જુની રમતો રમી રમી આ વંશવાદી

પુજા અર્ચના કરતાં ભગતડાંઉંઘણશી ને મુડદાલ થૈ જ્યાં (ગયાં) હતાં એમને  હહડાવવા આ

બળવો કર્યો છે.”

મેં કહ્યું ઓ છતરીયા કાકા જરા વાતનો વિગતવાર ફોડ પાડો.

છગુમલ છતરીયા કહે ” અલ્યા આ ટીવી બીવીની જેમ બકબક કરે છે ને સાપાં(છાપાં)વારા

હમજ્યા વગર સોંતરાં (છોતરાં) કાડે (કાઢે )છે. આ બધા ગધેડાના પાછલા પગની જેમ

લાતંમલાત કરી બાતંબાત કરે છે ને હમાચારોમાં બાપુનો બળવો બાપુનો બળવો એમ

બબડાટીયણ બગલ બોમલી થૈ હોય એમ દર બે પાંચ મિનિટે ભાંગેલા તુટેલા ગબાચારો

( બ્રેકિંગ ન્યુઝ) ગબડાવ્યા કરે છે પણ ગગલા ઘાંચાઓને વાતનો હાચો અરથ શું થાય એની

પાશેર પાયલી જેટલી હમજણ નથી.”

”   અલ્યા ગધેડાઓ આ ” બળવો “ નહિ ” બડવો ” કેવાય.”

ગોરધન ગઠો કહે  ઓ છગુમલ છતરીયા ભૈસાબ એને ‘ બડવો ‘ ચમનો કેવાય.?

છગુમલ છતરીયા કહે અલ્યા તારુ નામ જ ગઠો છે તે અઠા જેવો આઠ આંકડિયો છે,

“જો હોંભળ બોમણ (બ્રાહ્મણ)ના દિકરાને જ્યારે દિક્ષા આપે છે ત્યારે બડવો દોડાવે છે.

હવે ઇવડો ઇ તરવરીયો ઘોડો દોડે એમ છગછગાઇને ડોટ (દોડે) મેલે છે.એની પાછળ

બધાય દોડાદોડી કરી મેલે છે કે અલ્યા હજુ સમય છે પાછો વળી જા. પણ લાડવાનો

લાડકો પાછો વળતો નથી. એટલે અનો બડવો દોડેલો સફળ થાય ને બીજા નકામી

કામ વગરની દોડાદોડ કરી મેલે છે. આ દોડાદોડીમાં કેટલાય અડફટે ચડી જાય છે ને ?”

કોદળો કહે “ઓ છની છેંકણિયણના તપેલેશ્વર છટકેલેશ્વર છતરીયા કોણ કોણ દોડે છે.”

છગુમલ છતરીયા કહે ” કેમ બાપુએ એવો બડવો દોડાવ્યો કે ગુજરાત કોંગરેસ આખી

દોડતી થઇ ગઇ કે નહિ. અલ્યા ના કયું કે ના જશો તો પહોંચી ગયા બાપુના બડવામાં”

મેં કહ્યું ” ભૈ શંકરે તાંડવ મચાવ્યું ને એ તાંડવમાં બોલો કેટલાય કામધારી નહિ પણ

નામધારી ખાદીધારી એવા ધારી રે ધારી   ‘અર્જુન’   ‘ભરત’   ‘શક્તિ’   ને ‘સિધ્ધાર્થ’

બડવામાં દોડવ્યા.”

“અરે રે રે ‘અ-શોક’ જેને કોઇ શોક નથી એવા ‘અશોક’ને શોક કરતા કરી દીધા છે.”

હવે બાપુ ભગતડાં જોર શોર ને ટેસથી લહેકાબંધ ગાય છે.

“હતુતુતુ હતુતુતુ જામી છે રમતની ઋતુ

  કાપી નાખો હવે શાનથી ટિકીટનું પતું “

ગાંઠિયો==

” નામની આગળ આવે છે દશકો

  જેની અતિ ભારી રહ્યો છે ભપકો

  કહેવાય જનતા માટેનો છે રસ્તો

  પ્રજા કે કોંગ્રેસી માટે નથી સસ્તો “

  “”””” { ૧૦ જન પથ } “””””

======================================

સ્વપ્ન જેસરવાકર

2 thoughts on “ગોદડિયો ચોરો…બાપુનો બળવો કે બડવો

 1. નવેમ્બર ૨૦૧૬ પછી ગોદ્ડીયો ચોરો મોટી રજા ઉપર ઉતર્યો હતો . હવે જુલાઈ ની આખરમાં ફરી ચોરો શરુ થયો છે એનું અને એના રચયિતા ગોવિંદભાઈનું ફરી સ્વાગત છે.

  હવે નિયમિત ગોદાડીયો ચોરો ભરાતો રહે એવી શુભ કામના .

  ફરી શરુ થયેલા ચોરાની ચર્ચા વાંચવાની મજા લીધી. છેલ્લે મુકાએલ ગાંઠીઓ ખુબ ગમ્યો

  ગાંઠિયો==

  ” નામની આગળ આવે છે દશકો

  જેની અતિ ભારી રહ્યો છે ભપકો

  કહેવાય જનતા માટેનો છે રસ્તો

  પ્રજા કે કોંગ્રેસી માટે નથી સસ્તો “

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s