ગોદડિયો ચોરો- ટણ્પા(ટ્રંપ)સાયેબ અમનેય બાયડી અપાવો.

ગોદડિયો ચોરો==ઓ ટણ્પા ( ટ્રમ્પ )સાયેબ અમનેય બાયડી અપાવો.
==================================================

ભવ્ય ભારતનો ૭૨મો સ્વાતંત્રય દિન કેલિફોરનીયાના અરટેશિયા શહેરના અરટેશિયા
પાર્કમાં ૧૨ ઓગસ્ટના રોજ આન બાન અને શાન સાથે ધામધુમ સાથે ઉજવાયો
હતો.સવારથી ૧૧ વાગ્યાથી તે રાત્રિના ૧૦  વાગ્યા સુધી ધ્વજ વંદન વિધિ અમેરિકન
રાષ્ટ્ર્ગીત સાથે ભારતના રાષ્ટ્ર્ગીતના ગાન સાથે ભારતના હરૅક રાજ્યના નાગરિકો દ્વારા
તેમજ યુવાનો અને બાળકોએ ગીત સંગીત સાથે નાટ્ય અને અનેકોનેક રંગારંગ કાર્યક્રમો 
રજુ કર્યા. આ અનેરા ઉત્સવમાં આનંદ મેળો ચિકિત્સા કાર્યક્રમ સાથે ભારતીય અમેરિકન
મેકસીકન ફાસ્ટ ફૂડના ખાણીપીણીના સ્ટોલ જામેલા જેમાં અમેરિકન આફ્રિકન ભારતીય
એવા જુદાજુદા સમુદાયના લોકો મસ્ત મજાની લિજ્જતભરી મજા માણતા હતા.
આ મેળામાં હું ગોદડિયો પણ દર વર્ષે ર્સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ લેવા
મારા પોત્ર ‘ઇશાન’ જેને હું ‘ભાંગતોડકર’ના સંબોધનથી બોલાવું છું.પોત્રી ‘સિયા’
અને ભત્રીજાના દિકરા ‘આરવ’ (ત્રિકમ)નેઅચુક લઇ જાઉં છું જેથી તેમને આપણા
આઝાદ દિનનું મહત્વ  તેમજ આપણીસંસ્કૃતિ વિશે જાણે ને સમજે.
“પોત્ર ઇશાન અને પોત્રી સિયાએ જુન ૧૬-૨૦૧૮ના રોજ ગાયત્રી ચેતના સેંટર એનેહાઇમ
દ્વારા ઉજવાયેલા વાર્ષિક કાર્યક્રમમાં‘આનંદમઠ‘ ફિલ્મમાં સ્વ. હેમંતકુમાર અને લતાજી
દ્વારા “વંદે માતરમ”અને   ‘ સન ઓફ ઇંડિયા’ ફિલ્મમા ” નન્હા મુન્ના રાહી હું” ગીતમાં
ભાગ લીધેલ એટલે તેમને રાષ્ટ્રીય ભાવના ગીતોમાં ખુબ મઝા આવી.”
કાર્યક્રમ બાદ ભાંગતોડકર અને સિયાને ખાણીપીણીના સ્ટોલથી એમને ભાવતી
સેંડવીચભેલ પુરી લઇ તેમને ખાવ બેસાડયા ને પાણીની બોટલ આપી.ત્યાં બાજુમાં
અમેરિકન અને મેકસિકન છોકરાઓ પીઝા બરીટો ને ટાકો લઇને બેઠા.
ત્યારે જ એક “વડિલ કાકા ને કાકી આઇસ્ક્રીમ કુલ્ફીની મજા માણતા કહેવા લાગ્યા આ ફાસ્ટ
ફુડ ખાનારા ફાસ્ટ રીતે જીવન છોડી ઉપડી જવાના.આપણે તો રોટલા- રોટલીભાત-દાળ,
ખીચડી-કઢી , પાપડ -પાપડી, જોયું અલી મનમાનીતી મેનકા જેમ આપણે નર માદા પતિ
પત્ની છીએ એમ આપણ ખોરાક પણ સહજીવનથી બંધાયેલા છે જો પેલા ધોળિયા ને મેકા
પીઝા બરીટો ને ટાકો ઝાપટે છે એ બધાય મારા હાળા વાંઢા છે.”

” “બસ આ ધોતિયાવાળા ધીરુકાકાની વાતો સાંભળી પીઝા-બરીટો ને ટાકો હબકે ચઢી
ગયા ને આ ‘નો જસ્ટીસ’ ‘નો જસ્ટીસ ‘   ‘વી વોન્ટ  બાયડી’  ‘ વી વોન્ટ બાયડી ‘   કરતા હોંકારા
પડકારા કરવા લાગ્યા ને વિક એંન્ડમાં રેલી કાઢવા વિચારવા  લાગ્યા.”
બાજુમાં હું બેઠો જોતો હતો તો મેં એમને કહ્યું તમે બધાને ભાવો છો પણ તમને કોઇ કરતાં
કોઇ ભાવે છે ખરું ??? મારા બેટા બધાને પોતાની પડી છે.
 “તમે રવિવારે વોશિંગ્ટન ડી.સી પહોંચી જાવ આપણા ટરંપ સાહેબે બહુ લફરાં કરેલાં
છે.અનુભવી છે. એમને કહો કે તંપ સાયેબ અમનેય બાયડી અપાવો.”
પીઝા– બરીટો- ટાકો ને સાથેય ટોસ્ટાડોય ઉપડો હડેડાટ કરતા વગર પરવાનગીએ વ્હાઇટ
હાઉસ પર ચડાઇ કરી દીધી. ફસ્ટ લેડી મેલોનીયાને મલી પોતાના પ્રશ્નોથી માહિતગાર
કર્યા.
“મેલોનિયા કહે તમારી વાત હાચી છે પણ તમે બૈરી લાવી બીજી સાથે લફરાં કરશો જુઓને
આ મારો ટ્રમ્પ અમેરિકામાં ને પરદેશમાં જ્યાં જાય ત્યાં લેડીઝ જોઇને કેવો જમ્પ મારે છે.”
એટલામાં મિસ્ટર ટ્રમ્પ ડીનરમાં પધાર્યા. મેલોનિયાએ પીઝા બરીટો ટોસ્ટાડાની વાત કરી.
પિઝા એ આગેવાની લઇને કાકાએ કાકીને કહેલી રોટલા-રોટલી ભાત-દાળની વાત
સમજાવી.
ટ્રમ્પે વિચાર્યું વાત ઇંડિયન ફુડની સાથે લગ્ન સબંધોની છે લાવ મોઢી (મોદી)ને પુછું.
“હેલ્લો ઇ અમેરિકન પ્રેસીડેંટ ટ્રમ્પ સ્પીકીંગ ગૂડ મોર્નિંગ મિસ્ટર મોઢીજી. હાઉ આર યું?”
લીસન વેન ઇંડિયા ચટની (ચુંટણી) યુ ઓફર ફ્રિ મોબાઇલ લેપટોપ સો હાઉ કેન યુ એફોર્ડ”
“ઓલ સો યોર ફુડ હેઝ હસ્બન્ડ એંડ વાઇફ લાઇક રાઇસ એન્ડ ઢાલ (દાલ) ઓટલા
-ઓટલી (રોટલા-રોટલી)   ખિચરી -ખરી  (કઢી) હાઉ એવરી ફુડ હેઝ એ વાઇફ “
“માય કંત્રી (કન્ટ્રી) ફુડ  પીઝા-બરીટો-ટાકો-ઇઝ  આસ્કીંગ મી  ફોર બાયડી “
“વોટીઝ મીનીંગ ઓફ બાયડી. યુ હેવ એક્સ્પીરીયંસ સો ટેલ મી એન્ડ ગીવ મી સોલ્યુશન”
મોદીજી – ” અવર કન્ટ્રી એવરી સ્ટેટ હેઝ ડીફરંટ વર્ડ્ઝ ફોર બાયડી “
ટ્રન્પ” વાય લેડી ઇઝ લેડી વાય યુઝ મેની વર્ડ્ઝ”
મોદીજી – ‘મનમાં અબે ગધેડા તમકું નૈ સમજાઇંગ ગાંડા’.” ઓકે લિસન બાયડી, બૈરી,
લુગાઇ,પત્ની ,નવરી,શ્રીમતી, સૌભાગ્યવંતી,સહધર્મચારિણી, વી યુઝ ઓલ ઓલ વર્ડ્ઝ
ફોર મેરિડ લેડીઝ”
” મિસ્ટર ટ્રંપ યુ નો ઇન ઇંગલીશ મેમ, મીસીસ, લેડી,ગર્લફ્રેંડ”
ટ્રંપ –” ઇટ્સ ઓક બટ શો મી વે(રસ્તો)ફોર બાયડી. યુ હેવ એક્સ્પિરીયંસ ફોર લઢન
(લગ્ન)”
મોદી-” આઇ હેવ એક્સ્પિરિયંસ ફોર લગન બટ આફટર મેરેજ સમ ટાઇમ આઇ ડ્રોપ હર.”
” ટ્રમ્પ યુ આસ્ક ઇમરાનખાન હી હેઝ મોર એક્સ્પિરિયંસ.”
” આઇ ડ્રોપ વન બાયડી બટ હી ડ્રોપ થ્રી બાયડી “
” વેન વી ડ્રોપ વાઇફ ધેન માય એન્ડ ઇમરાનખાન પોલિટિકલ કેરિયર ગો ફોર હાઇએસ્ટ
(ટૉપ- પ્રાઇમ મિનિસ્ટર)પોઝિશન વી  ગોટ”
મિસ્ટર મોડી“- ટેલ મી હાઉ આઇ ગીવ બાયડી ટુ માય ફુડ.”
 “આઇ નો યુ બીઝી ફોર ૨૦૧૯- બટઆઇ એમ લુકીંગ સેમ ટૂ યુ ૨૦૨૦”
મોદી-કેલિફોર્નિયા બ્યુના પાર્ક અવર “ગોવિંદ ગોદડિયો” લીવ ધેર આસ્ક હીમ હે સોલ્વ્ઝ
પ્રોબ્લેમ.
ટ્રંપ્ – ટ્રીંગ-ટ્રીંગ-ટ્ર્ન્ન્ન્ન્ન્ન્ન હેલો ગોધરિયો સ્પીકિંગ ઇ એમ ડોનલ્ડ ટ્રંપ સ્પીકિંગ.
યસ યસ ધીસ ઇઝ ગોદડિયાજી . ગુડ નાઈટ હાઉ આર યુ.
ટ્ર્મ્પ-“હિયર પિઝા- ટોસ્ટાડો -બરીટો ટાકો આસ્કીં બાયડી. આઇ કોલ મોડી હી રેકોમેન્ડ્મ યુ ”
“હરી અપ ફાઇંડ સોલ્યુશન અધર મેલોનિયા ગુડ નાઇટકો બેડ નાઈટ કર દેગી. બેડ સે મુઝે ફોલ
ડાઉન કરકે ફ્લોર નાઇટ કર દેગી.”
મેં કહ્યું ડોન્ટ વરી આઇ એમ રેડી ફોર સોલ્યુશન.સો એવરી થીગ હીયર. લિશન
“પિઝા બાયડી પીઝી”========= “બરીટૉ બાયડી બરીટી=========
“ટાકો બાયડી ટાકી”=========== “ટોસ્ટાડો  બાયડી ટૉસ્ટાડી.”=======
ગાંઠિયો==
“બાયડી રુપી ગ્રહ જેની આસપાસ ફરતો રહે.
ત્યાં બીજો કોઇ પણ ગ્રહ આસપાસ ના ફરકે.”
========================================================
સ્વપ્ન જેસરવાકર

2 thoughts on “ગોદડિયો ચોરો- ટણ્પા(ટ્રંપ)સાયેબ અમનેય બાયડી અપાવો.

 1. શ્રી ગોવિંદભાઈ ,
  દેર સે આયે પર દુરસ્ત આયે.
  ગોદડીયો ચોરો ફરી ધમધમતો કરી મજા કરાવી દીધી .જેવી કે
  ઓ ટણ્પા ( ટ્રમ્પ )સાયેબ અમનેય બાયડી અપાવો.
  “બાયડી રુપી ગ્રહ જેની આસપાસ ફરતો રહે.
  ત્યાં બીજો કોઇ પણ ગ્રહ આસપાસ ના ફરકે.”

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s