Tag Archives: સ્વપ્ન.. ફુલેકે.ચક્લીયો..મંત્રી..પોલિસ..કથા…જોને..ગોદડિયો..ચોરો.ચડી

ગોદડિયો ચોરો..જોને ચક્લીયો ફુલેકે ચડી.

 ગોદડિયો ચોરો..જોને ચક્લીયો  ફુલેકે ચડી.
=================================================

ગોદડીયો ચોરો

શરદ પુર્ણિમાની રઢિયાળી રાતે ખાડાવાળી ખોડિયાર માતાના ગરબે ઘુમી
ખંભાતના દરિયે દુધપૌંઆની લિજ્જત માણી ગોદડિયા ચોરાની ગમતીલી
ચર્ચાએ ચઢી ઘેર આવી નિંદ્રા રાણીએ કામણ કર્યાં ત્યાં સ્વપ્નમાં સરી પડ્યો.
સ્વપ્ન પણ મજેદાર ને રમુજી હતું એટલે ઉંઘમાં પણ હસવું આવી ગયું . આમ
તો મને એક દિલ્હીનું અને એક ગુજરાતનું એમ બે જુદાં જુદાં સ્વપ્નો આવેલા
ને મારાથી બોલાઇ ગયું ” જોને ચકલીયો  ફુલેકે ચડી.” સ્વપ્ન કૈંક આવું હતું.
દેશના પાટનગર દિલ્હીમાં જનતાના ખર્ચે મંત્રી મહોદયોના બંગલા આવેલા છે.
એક બંગલામાંથી કોઇ લડતું ઝઘડતું હોય એવા અવનવા અવાજો આવતા હતા.
વાત એમ હતી કે એક નવાસવા થયેલા મંત્રીને એમનાં ધર્મપત્ની બરાબરનાં
ધમરોળી રહ્યાં હતાં. તેના પડઘા મારા નિદ્રાધીન કાનમાં આબાદ ઝીલાતા હતા.
મંત્રીપત્ની કહે ” જુઓ દિલ્હીમાં ચુંટાયા એટલે મને થયું કે હવે સંસદને અનહદ
પૈસા મલશે . એય લીલાલહેર લાલ લાઇટવાળી ગાડીમાં ફરીશું .મારો ભાઇ બહેન
બનેવી ને મારાં પિયેરિયાંને એય મજો રે મજો થશે ને લીલા પાંદડે થઇશું.”
મંત્રી મહોદય કહે ” જો વડા પ્રધાન મોદી સાહેબનો સ્પષ્ટ આદેશ છે કે કોઇ
સગા વહાલાને નોકરીમાં રાખવા નહિ કે એમને કોઇ લાભ આપવો નહિ.”
મંત્રી પત્ની કહે ” આ સરકાર છે કે અસરકાર છે કે પછી બેદરકાર છે . એજ મને
સમજાતું નથી આ સાઇઠ વરસથી ચાલતુંં હતું એમાં નવા સુધારા કરવાની ક્યાં
જરુર હતી . હા એમને લાભ ના લેવો હોય તો ના લે પણ બીજાના હક્ક પર તરાપ
મારવાની વડા પ્રધાનને શી જરુર છે. ?”
મંત્રી મહોદય કહે ” બસ હવે આ કચકચ બંધ કરો મારે હોમવર્ક કરવાનું છે.”
મંત્રી પત્ની કહે ” પહેલાં આપણા નાનકાને હોમવર્ક કરાવતા ને હવે તમારે હોમવર્ક
કરવાનુ ભૈ જબરા તમારા આ માસ્તર સાહેબ કહેવાય.”
” આ પેલાં તમે કાર્યકર હતા ત્યારે ઝંડી પડદા બેનરો ઘેર લાવતા તે નાનકાની
બંડી ને જાંગિયા સીવડાવી લેવાતા ને ઘનદાન યોજનામાં આપે નવુંનકોર સ્કુટર
વસાવી લીધેલું ખબર છે  ને ? દરેક દિવાળીએ તમે  સચિવો ને મંત્રીઓને મિઠાઇ
અપાવવાની વાતો કરી મિઠાઇ ઘેર લાવતા તે છ મહિના સુધી વસાણાની જેમ જ
ખવાતી. હું  કહું છું  તમે મંત્રી કરતાં તમે કાર્યકર તરીકે સારા કડદા કરતા હતા.”
મંત્રી મહોદય કહે ” હવે ધીમે બોલ  નહિતર કોઇ મોદી સાહેબને કહી દેશે
તો મંત્રીપદ તો જાશે પણ કાયમ માટે રાજકિય કારકિર્દી ખતમ થઇ જશે.”
મંત્રી પત્ની કહે ” તમારા કરતાં તો ઓલ્યું સૌરાષ્ટ્રનું રૂ સારુ કહેવાય . કાર્યાલયને
તાળાં માર્યાં કાર્યકરો પર કડકાઇ કરી કેટલાય નિષ્ઠાવાન કાર્યકરોની રાજનિતીને
ખતમ કરી નાખી એ રૂ સાથે પાણી ભળ્યું તોય એ રૂ હવાઇ ગયું નહિ પણ ખીલી
ઉઠ્યું ને ટિકિટની લોટરી લાગી તો “રૂ ને પાણી “ બેય સાથે ફરવા લાગ્યાં .”
બીજું સ્વપ્ન ગુજરાતના એક પોલિસ વડાને લગતું હતું .
“જાલિમસિંહ નામે એક સાત આઠ ચોપડી ભણેલા વ્યક્તિને પોલીસ હવાલદાર
તરીકે નોકરી મળેલી  નેતાઓ  કાર્યકરો સામા મળે તો દંડવત પ્રણામ કરી
ફરજ બજાવતાને થોડી ઘણી રોકડી કરી લઇ સમય જતાં હા સાહેબ જી સાહેબ
નમસ્તે સાહેબ કહી વાંકા વળી જઇ કુરનીશ બજાવતા એટલે સબ ઇન્સ્પેકટર
પોલિસ ઇન્સપેકટર એમ બઢતી પામતા એક શહેરના કમિશ્નર બની ગયેલા.”
એમના ઘેર હુકમસિંહ નામનો એક હવાલદાર સરકારી પગારે ઘરકામ માટે સદાય
 જાલિમસિંહનાં પત્ની જમના ઝોંપડીને મદદ કરવા હાજર રહેતો હતો.
જમના ઝોંપડી કહે ” અલ્યા હુકમ પેલા મોદી સાયેબે સફાઇ ઉધ્યાન (અભ્યાન)
રાખેલુંતે તારા સાયેબને હાવયણી (સાવરણી પકડતાં ફાયું (ફાવ્યું) તું કે નૈ (નહિ).”
હુકમસિંહ કહે ” મડ્મ (મેડમ) શું ધુળ સાયેબને ફાવે. સાયેબ પેંછાં (પિંછાં) પકડીને
મુઠાબાજુએથી વારતા (વાળતા) હતા એ જોઇને બધાય પોલિસવાળા હસતા હતા
ને કહેતાહતા કે મડમે સાયેબને કોઇ દિ સાફ સફાઇનું કામ શિખવ્યું લાગતું નથી.”
જમના  કહે ” તમારી સોકીએ (ચોકીએ) જાજરુ મુતરડી બરાબર સાફ થાય છે.”
હુકમસિંહ કહે ” મડમ સફાઇ કોમદાર (કામદાર) રોજ સવારે સાફ સુફી કરી જાય છે
પણ સાયેબને જવું હોય તો અમારી પોંહે (પાસે) ફરી સાફ કરાવે છે.”

સફાઇ અભ્યાન

ઝમના ઝોંપડી કહે ” આજે તારા સાયેબને જગવા દે . આમેય દિવાળી આવે છે તો
ઘરની ને બાથરુમની સફાઇ કરાવી સફાઇ અભ્યયોનના એક્કા બનાવી દઉં .”
જાલિમસિહ જાગ્યા ને” મુછો ફફડાવતા ચા નાસ્તા માટે બહાર આવ્યા કે ઝમના
બ્લીચ સાવરણો પકડાવી કહી દીધું ચાલો ઘર સફાઇ અભ્યોન શરુ કરી દો.”
જાલિમસિંહ મુછોને વળ દેતાં  ” કેમ શેનો રોફ કરે છે. મોટો પોલિસ અમલદાર છું.”
જમના ઝોંપડી કહે ” આ મુંછો ફફડાવવાની નહિ નહિંતર ફોંસી (તોડી) નાખીશ.
મોદીસાયેબના હુકમથી મોટામસ અમલદારો પરધાનો સચિન, શશી થરરર,
બાબા રોમદેવ બધાય વળગી પડ્યા છે .  ગુજરાતમાં મહિલા મંતરી છે એમને હું
સફાઇમાં સહકાર નથી આપતા એવો કાગર પતર લખી દઇશ હમજ્યા મુછાળિયા.”
જાલિમસિહે ગુસ્સામાં બબડતાં ઓફિસમાં ગગલો સફાઇ કામદાર ટુવાલ નીચે
મુકી પગ નીચે રુમાલનો કટકો દબાવી ઉભે ઉભે પોતું કરતો હતો એવી રીતે 
બાથરુમમાંએક ડોલ પાણી રેડી બ્લીચનો ડબ્બો ઉંધો  વાળી દીધો ને જુના સાડીના
ટુકડા વડેપગ આઘોપાછો કરી પોતું કરવા લાગ્યા.હવે સાડી નાયલોનની હતી તે
ડાફોળિયાંમારતાં પગ લપસ્યો તે મોંઢું વેસ્ટન ટોયલેટમાં ફસાઇ ગયું ને પગ ઉંચા
થઇ ગયા.”
જાલમસિંહ કહે  “હુકમિયા મને જલ્દી બહાર કાઢ. ઓ બાપ રે જબરી વાસ મારે છે.”
 ઉંઘમાં મને કાગડાભાઇ બગલાની નકલ કરવા ગયા તે કહેવત યાદ આવી ગઇ.
ગાંઠિયો.-=
“કરતા હો સો કિજિયે અવર ના કિજિયે કગ
 મુંડી રહી શેવાળમાં ને ઉંચા થઇ ગયા પગ.”
(કાગડો બગલાની જેમ શેવાળમાં જંતુઓ ખાવા પડ્યો. બીજાની નકલ ના કરવી)
===================================================
સ્વપ્ન જેસરવાકર